ઓક્ટોમ્બર 2025 અંત માં થયેલા વરસાદથી પાક નુકસાની નું ફોર્મ તમારી રીતે કેવી રીતે ભરવું જુઓ

પાક નુકસાનીનો સર્વે ખેડૂતો જાતે કરી શકશે
- “કૃષિ પ્રગતિ” એપના માધ્યમથી કરી શકાશે play store માંથી ડાઉનલોડ કરો
- સર્વેકૃષિ વિભાગે સર્વે અંગે ગાઈડલાઈન્સ બહાર પાડી
- રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગ ઈન થવું પડશે
- પાક નુકસાની ઓપ્શન પર જઇ સર્વે નંબર નાંખવો પડશે
- સર્વે નંબર અને હદ ચકાસણી કરવાની રહેશે
- સર્વે માટે ખેતરના 100 મીટર વિસ્તારમાં રહેવું પડશે
- ખેડૂતે પાકનું નામ, વાવણી લાયક વિસ્તાર આપવા પડશે
- નુકસાની અંગેના 2 ફોટો એપ પર અપલોડ કરવા પડશે
- એક ફોટો આખા ખેતરનો અપલોડ કરવાનો રહેશે
- બીજો પાક નુકસાની દેખાય તે પ્રકારે અપલોડ કરવો પડશે
સૌપ્રથમ તમારે કૃષિ પ્રગતિ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે તેના માટે અહીં ક્લિક કરો
પાક નુકશાની સર્વે માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ અને રજીસ્ટ્રેશન કરવાની માહિતી

કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનમાં ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) FR વાળા મોબાઈલ નંબર થી રજીસ્ટ્રેશન થયા પછી એપમાં નીચે દર્શાવેલ પ્રમાણે હોમ પેજ જોવા મળશે.

પાક નુકશાન પર ક્લિક કર્યા પછી પોતાના ખેતરના સર્વે નંબર જોવા મળશે. સર્વે નંબર પસંદ કર્યા પછી તે સર્વે નંબરની ખેતરની સીમા જોવા મળશે જે ચકાસણી કરી આગળ પર ક્લિક કરવું.

હવે તમારે નુકશાનનો પ્રકાર પસંદ કરો અને પછી અસરગ્રસ્ત પાક ઉમેરો જેમ કે મગફળી, કપાસ, સોયાબીન,પછી આગળ પર ક્લિક કરવાનું.
અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કર્યા પછી નીચે દર્શાવેલ પ્રમાણે તમારે વાવણી લાયક વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તાર અને તેના ફોટો લેવાના રહેશે

સમગ્ર :- જો પાકનું નુકશાન આખા ખેતરમાં થયું હોય તો અથવા આંશિક :- જો પાકનું નુકશાન ખેતરના અમુક ભાગોમાં થયું હોય તો
ત્યાંર બાદ તમારે ખેતરના બે ફોટો અપલોડ કરવામાં એક પૂરા ખેતરનો અને બીજો જ્યાં નુકશાન થયું તેનો ફોટો પછી આગળ પર ક્લિક કરો
પૂર્ણ વીડિયો માં માહિતી માટે અહી ક્લીક કરો
એક જ સર્વે નંબરમાં એકથી વધારે પાક હોય તો વિગત આ પ્રમાણે ઉમેરો

એક સર્વે નંબરના ખેતરમાં તમારા એકથી વધારે પાક હોય મતલબ કે મગફળી સોયાબીન અથવા તો કપાસ તો એની વિગત આ પ્રમાણે ઉમેરવાની રહેશે
તમને કોઈ પ્રશ્ન હોઈ તો નીચે આપેલ નંબર માં ફોન કરી શકો છો
+91 88660 80474, +91 88660 80294, +91 88660 80139, +91 88660 80120, +91 88660 80150
આ માહિતી સબમીટ કર્યા બાદ સૌપ્રથમ તમારા ગામના VCE પાસે જશે અને ત્યાર પછી જે તે અધિકારી હોય તેની પાસે જશે તો એક વખત તમારા ગામના VCE ની મુલાકાત કરી લેવી જો કોઈ ભૂલ હોય તો સુધારી શકાય.