હવે મકાન માલિક કોઈપણ ભાડુઆત ને ગમે ત્યારે કાઢી નહિ શકે New Rent Agreement Rules 2025

શેર કરો

દસ નવા નિયમો જાણો

આજે આપડે જોવાના છે ભારત માં સરકાર મકાન માલિક અને કિરાયાદાર વચ્ચેના નવા નિયમો વિશે હવે મકાન માલિક ભાડૂઆત ની સાથે કોઈપણ જાતની મનમાની નહિ કરી શકે બધું નીયમો થી ચાલશે

મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે

  • મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે નવા રેટ એગ્રીમેન્ટ
  • કોઈ પણ મકાન કે દુકાન ભાડે આપવી હશે તો એગ્રીમેન્ટ સાથે રજીસ્ટર કરવું ફરજિયાત
  • રજીસ્ટર નહીં કરાવો તો ₹5,000 પેનલ્ટી લાગશે
  • મકાન માલિક ઑનલાઇન પેમેન્ટ લેવાની ના નહિ પાડી શકે
  • 50000 થી વધારે ભાડું મળતું હોય તો ટેકસ ભરવુ ફરજિયાત…
  • મકાન માલિક ઘરનું ભાડું 2 મહિના થી વધારે એડવાન્સ નહિ લઈ શકે
  • કોમર્સિયેલ હોઈ દુકાન, કોઈ ફ્લેટ તો 6 મહિના સુધી એડવાંચ ભાડું લઈ શકે
  • મકાન માલિક વર્ષ માં એકજ વાર ભાડું વધારી શકશે
  • મકાન માલિકને મકાન ખાલી કરાવવું હશે તો 2 મહિના અગાઉ ભાડુઆતને જાણ કરવી પડશે

હવે તમે કોઈપણ દુકાન અથવા તો ઘર રેન્ટ (ભાડા પટ્ટે )ઉપર આપતા પહેલા તે રેન્ટ એગ્રીમેન્ટ ને રજીસ્ટર કચેરીએ જઈને રજીસ્ટર કરાવવું ફજિયાત છે અને એ પણ ફકત 60 દિવસ માં જો 60 દિવસ માં રેન્ટ એગ્રીમેન્ટનું રજીસ્ટ્રેશન નહીં કરાવું તો 60 દિવસ પછી રેન્ટ એગ્રીમેન્ટ માન્ય ગણાશે નહીં સાથે સાથે 5000 રું પેનલ્ટી ભરવી પડશે

બીજું સરકારે એક ક્લિયર કર્યું છે કે હવે પછી કોઈપણ મકાન અથવા તો પ્રોપર્ટી જ્યાં સુધી તમે રેન્ટ એગ્રીમેન્ટ રજીસ્ટ્રેશન નહીં કરાવો ત્યાં સુધી તમે ભાડે નહીં આપી શકો.

રેન્ટ એગ્રીમેન્ટ માં તમારે તમામ માહિતી પણ આપવી પડશે જેમ કે કેટલું ભાડું મહિનાનું છે , કેટલા સમય સુધી આપ્યું, એડવાન્સ ભાડું કેટલું લીધેલ છે વગર બેઝિક માહિતી આપવી ફરજીયાત છે.

હવે પછી મકાન માલિક ભાડાની રકમ ઑનલાઇન લેવાની મનાય નહિ કરી શકે અને 5000 થી વધારે ભાડું હોઈ તો ભાડૂઆત એ ઑનલાઇન પેમેન્ટ જ કરવાનું છે.( Phonepe google pe net banking)

મકાન માલિકને જો 50000 રૂપિયાથી વધારે ભાડું આવતું હોય તો તેને ટેક્સ ભરવો ફરજિયાત રહે છે

ડિજિટલ સ્ટેમ્પિંગ / ઈ-એગ્રીમેન્ટ ફરજિયાત: પરંપરાગત સ્ટેમ્પ-આનો હેતુ બનાવટી સ્ટેમ્પિંગ ઘટાડવા, દસ્તાવેજોને ચેડા-પ્રૂફ બનાવવા અને પારદર્શિતા વધારવાનો છે. હવે કોઈ પણ રેન્ટ એગ્રીમેન્ટ છે તો એ ફિઝિકલ સાઇન નહીં કરવામાં આવે એને ડિજિટલાઈજ કરવામાં આવશે.

અત્યાર સુધી મકાન માલિક ભાડૂઆત પાસે થી 5/10 મહનાનું ભાડું અગાઉ થી લેવામાં આવતું હતું પરંતુ હવે નવા નિયમો મુજબ મકાન માલિક ભાડૂઆત પાસે થી ફક્ત 2 મહિનાનું જ એડવાન્સ ભાડું લઈ શકશે. જો તમે કોમર્શિયલ મતલબ કે તમે મકાન પ્લોટ કોઈ ભાડે લીધો હોય તો તેમાં મેક્સિમમ મકાન માલિક છ મહિનાનું એડવાન્સ ભાડું લઈ શકશે.

Standardised rental agreement format: મતલબ હવે તમે તમારી રીતે કોઈ માહિતી નહિ શકો… સરકાર તમને એક સ્ટાન્ડર્ડ એગ્રીમેન્ટ ફોર્મેટ બનાવીને આપશે અને એમાં તમારી વિગત ભરવાની રહેશે અને ક્યારેક તે વિવાદોનું કારણ પણ બને છે માટે

હવે સરકાર તમને એક રેન્ટ એગ્રીમેન્ટ ફોર્મેટ આપશે તેમાં તમારે તમામ લીગલ માહિતી આપવાની રહેશે જેમકે મહિનાની ભાડા રકમ, એક સમાન કરાર નમૂનો જેમાં સ્પષ્ટપણે સમયગાળો, ડિપોઝિટ, નોટિસ અવધિ, જાળવણી જવાબદારીની શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનો હેતુ અયોગ્ય કલમો અથવા અસ્પષ્ટતા ઘટાડવાનો છે. આથી મકાન માલિક તેની મનમાની નહિ કરી શકે.

ઘણી વખત તો એવું બનતું કે મકાન માલિકે ભાડુઆતને મકાન ભાડે આપ્યું છે બે પાંચ મહિના પછી તે ભાડું વધારવાનું કહે છે પરંતુ હવે તેમ નહીં ચાલે ભાડું ફક્ત વર્ષમાં એક જ વખત વધારી શકશે .

મકાન માલિકે ભાડું વધારવું હશે તો પણ ભાડુઆત ને ત્રણ મહિના અગાઉ કહેવું પડશે કે આવનારા ત્રણ મહિના પછી ભાડું વધારવા જઈ રહ્યા છે.

ઘણી વખત એવું બનતું હોય છે કે મકાન માલિક કિરાયાદારને રાતોરાત મકાન ખાલી કરવાનું કહે છે અને કિરાયેદાર મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે પરંતુ હવે નવા નિયમો મુજબ મકાન માલિક એવી રીતના નહીં કરી શકે ખાલી કરાવવું હશે મકાન તો પણ બે મહિના અગાઉ કહેવું પડશે

જો તમારા મકાનમાં ભાડૂઆત એક વર્ષ અથવા તો એક વર્ષથી વધારે ભાડુઆત તરીકે રહેતો હોય તો તેને ખાલી કરાવવા માટે કમસેકમ બે મહિના અગાઉ કહેવું પડશે અને એમ નહીં કહો ડાયરેક ખાલી કરાવશો તો બે મહિનાનું ભાડું મકાન માલિકે ભાડું આતને આપવું પડશે

એક વર્ષથી ઓછા સમયમાં ભાડુઆત રહેતો હોય તેને ખાલી કરાવવા માટે કમસેકમ એક મહિના અગાઉ નોટિસ આપવી પડશે મકાન માલિકે.

ભાડુઆત તમારા મકાનમાં પાંચ વર્ષથી રહેતો હોય તેને ખાલી કરવા માટે છ મહિના પહેલા નોટિસ આપવી પડશે.

કિરાયેદાર મકાન ખાલી ન કરતો હોય તો હવે મકાન માલિક પોલીસને નહીં જાણ કરી શકે હાથાપાઈ મારામારી નહીં કરી શકે.. તેના માટે રેન્ટ કોર્ટમાં અથવા રેન્ટ ઓથોરિટીમાં જવું પડશે.

મકાન માલિક ના હિતમાં :- કિરાયાદારને નોટિસ આપ્યા પછી પણ મકાન ખાલી ન કરે તો તો તમે તે પછીના સમય માં ભાડુ મનમાની મુજબ વધારી શકો છો, બીજી બાબત ઘરમાં કોઈ પણ પ્રકારની નુકશાની થઇ હશે જેમ કે લેમ્પ બદલવવો , નલ ફીટ કરવો પંખો રિપેર આવી નાની પ્રોબ્લેમ ભાડૂઆત ને ભોગવવાની રહેશે કારણકે તે તેનો ઉપયોગ કરે છે . પરંતુ કોઈ મેજર પ્રોબ્લેમ હોઈ મોટર બલી ગઈ લાઈટ માં કઈ પ્રોબ્લેમ હોઈ તે મકાન માલિક કરવાનું રહેશે

નોંઘ મકાન માલિક એ ભાડુંઆત ને ઘરમાંથી બહાર કાઢી નાખ્યાં, લાઈટ કનેક્શન કાપી નાખ્યું, ખોટી રીતે ભાડા વધારવા ખોટી રીતે હેરાન કરવા આ બધી હવે સજાને પાત્ર બનશે આમા મકાન માલિક જે જેલ પણ થઈ શકે….


શેર કરો

Leave a Comment