
ગત ઓક્ટોમ્બર 2025 માં કમોસમી વરસાદ નાં કારણે ખેડૂતોને નુકસાન થયું હતું જેના અનુસંધાને ગુજરાત સરકારે રાહત પેકેજ ની જાહેરાત કરી છે
પાક નુકશાન સહાય ના ઓનલાઇન ફોર્મ 14 નવેમ્બર થી ચાલુ થશે અને તે પછી ના પંદર દિવસ સુધી માં તમારે ફોર્મ ભરી દેવાના રહેશે
પાક નુકશાન માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- (૧) 7-12-8A
- (૨) વાવેતર નો દાખલો (મંત્રી પાસેથી)
- (૩) બેંક પાસબુક
- (૪) મોબાઇલ નંબર
- (૫) ખાતા માં એક થી વધારે નામ હોઈ તો સંમતિ પત્ર લાવવું (કોઈ પણ એક જ ખેડૂત ને લાભ મળશે)
- બધાની ઝેરોક્ષ જોશે
ખેડૂત સહાય સંમતિ પત્ર pdf Download
સહાય કેટલી મળશે ? પાક નુકશાન સહાય માં હેક્ટર દીઠ
| 1 હેક્ટર દીઠ સહાય | 22000રું |
| વધારે માં વધારે 2 હે.સુધી | 44000રું |
| ઓછા માં ઓછી સહાય | 5000 રું |
ગુજરાત ના કેટલા જિલ્લાઓ સહાય માટે આવરી લેવામાં આવ્યા છે ગુજરાત ના 33 જિલ્લાઓ ના 251 તાલુકાના 16500 ગામડાઓ આવરી લેવામાં આવ્યા છે (ફોર્મ ભરી શકાશે) જેમાં નીચે મુજબ તાલુકા વાઈઝ યાદી જોઈ શકો છો
કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર – ૨૦૨૫ માં સમાવિષ્ટ જિલ્લા અને તાલુકાની યાદીl
(૧) અમરેલી ૧.અમરેલી ૨. બાબરા ૩.બગસરા ૪.ધારી ૫.જાફરાબાદ 9.ખાંભા ૭. કુકાવાવ-વડીયા ૮. લાઠી ૯. લીલીયા ૧૦. રાજુલા ૧૧. સાવરકુંડલા ૧૨. અમરેલી સીટી
(૨) ભાવનગર ૧.ભાવનગર ૨.ઘોઘા ૩.વલભીપુર ૪.ઉમરાળા ૫.શિહોર ૬.ગારીયાધાર ૭.પાલીતાણા ૮. જેસર ૯.તળાજા ૧૦.મહુવા ૧૧.ભાવનગર (સીટી)
(૩) ગીર સોમનાથ ૧.ગીરગઢડા ૨.કોડીનાર ૩.પાટણ-વેરાવળ ૪.સુત્રાપાડા ૫.તલાલા ૬ ઉના
(૪) જૂનાગઢ ૧.ભેંસાણ ૨.જૂનાગઢ ૩.જૂનાગઢ (સીટી) ૪.કેશોદ ૫. માળીયા-હાટીના ૬.માણાવદર ૭.માંગરોળ ૮.મેંદરડા ૯.વંથલી ૧૦.વિસાવદર
(૫) બોટાદ ૧.રાણપુર ૨. બરવાળા3.ગઢડા ૪.બોટાદ
(૬) પોરબંદર ૧.કુતિયાણા ૨.પોરબંદર ૩.રાણાવાવ
(૭) રાજકોટ ૧. ધોરાજી ૨.ગોંડલ ૩.જામકંડોરણા ૪. જસદણ ૫.જેતપુર ૬.કોટડા સાંગાણી ૭.લોધિકા ૮. પડધરી ૯.રાજકોટ ૧૦.ઉપલેટા ૧૧.વિંછીયા
(૮) દેવભૂમિ દ્વારકા ૧.ખંભાળિયા ૨.ભાણવડ ૩.કલ્યાણપુર ૪.દ્વારકા
(૯) જામનગર. ૧.ધ્રોલ ૨.જામજોધપુર ૩.જામનગર ૪.જામનગર (સીટી) પ.જોડીયા ૬.કાલાવાડ ૭.લાલપુર
(૧૦) સુરેન્દ્રનગર ૧.ચોટીલા ૨.ચુડા ૩.દસાડા ૪.ધાંગધ્રા ૫.લખતર ૬.લીંબડી ૭.મુળી ૮. સાયલા ૯. થાનગઢ ૧૦.વઢવાણ
(૧૧) મોરબી ૧.મોરબી ૨.માળિયા ૩.ટંકારા ૪.વાંકાનેર ૫. હળવદ
(૧૨)નવસારી ૧.જલાલપોર ૨.ગણદેવી ૩.ચીખલી ૪. ખેરગામ ૫. વાંસદા ૬.નવસારી ૭.નવસારી (સીટી)
(૧૩) સુરત ૧.બારડોલી ૨.ચોર્યાસી ૩.કામરેજ ૪.મહુવા ૫.માંડવી ૬.માંગરોળ ૭.ઓલપાડ ૮.પલસાણા ૯.ઉમરપાડા ૧૦.અંબિકા ૧૧.અરેઠ ૧૨.અડાજણ (સિટી) ૧૩.અબ્રામા (સીટી) ૧૪.મજુરા (સીટી)૧૫.કતાર (સીટી) ૧૬. ઉધના (સીટી)
(૧૪)વલસાડ ૧.ધરમપુર ૨.કપરાડા ૩.પારડી ૪.ઉમરગામ ૫.વલસાડ ૬.વાપી ૭.વલસાડ (સીટી) ૮.વાપી (સીટી)
(૧૫) તાપી .ડોલવણ ૨. કુકરમુંડા ૩.નિઝર ૪.સોનગઢ પ.ઉચ્છલ ૬.ઉકાઈ ૭. વાલોડ ૮. વ્યારા
(૧૬) ડાંગ ૧.આહવા ૨.સુબીર ૩.વઘઈ
(૧૭) ભરૂચ ૧.આમોદ ૨.અંકલેશ્વર ૩.ભરુચ ૪.હાંસોટ ૫.જંબુસર ૬. ઝગડીયા ૭.નેત્રંગ ૮. વાગરા ૯.વાલીયા
(૧૮) નર્મદા ૧.ડેડિયાપાડા ૨.ગરુડેશ્વર ૩.નાંદોદ ૪.સાગબારા ૫. તિલકવાડા , ચિકડા
(૧૯) છોટાઉદેપુર ૧.છોટાઉદેપુર ૨.બોડેલી ૩.જેતપુર-પાવી ૪.કડવાલ ૫.ક્વાંટ 5.નસવાડી ૭. સંખેડા
(૨૦) વડોદરા ૧.વડોદરા ૨.પાદરા 3.સાવલી ૪.ડેસર ૫.ડભોઈ ૬.વાઘોડીયા ૭.કરજણ ८. શિનોર
(૨૧) દાહોદ ૧.ફતેપુરા ૨.ઝાલોદ ૩.લીમખેડા ૪.દાહોદ ૫.ગરબાડા ક.દેવગઢબારીયા ૭.ધાનપુર ૮. સંજેલી હ.સિંગવડ ૧૦. ગોવિંદગુરુ લીંબડી ૧૧. સુખસર
(૨૨) પંચમહાલ ૧.ઘોઘંબા ૨.ગોધરા ૩.હાલોલ ૪.જાંબુધોડા પ.કાલોલ ૬.મોરવા(હડફ) ૭.શહેરા
(૨૩) મહીસાગર ૧.બાલાસિનોર ૨.કડાણા ૩.ખાનપુર ૪.લુણાવાડા ૫.સંતરામપુર ૬. વિરપુર ૭.કોઠંબા ૮.ગોધરા
(૨૪) અમદાવાદ ૧.ધોળકા ૨,બાવળા ૩.ધંધુકા ૪.ધોલેરા પ.દસકોઈ ક.સાણંદ૭. વિરમગામ ૮.દેત્રોજ ૯. માંડલ
(૨૫) ખેડા ૧.ગલતેશ્વર ૨.કપડવંજ ૩.કઠલાલ ૪.ખેડા ૫.મહુધા ૬.માતર ૭.મહેમદાવાદ ૮.નડિયાદ ૯.ઠાસરા ૧૦.વસો
(૨૬) આનંદ ૧.આણંદ ૨.આંકલાવ ૩.બોરસદ ૪.ખંભાત ૫.પેટલાદ ૬.સોજીત્રા ૭.તારાપુર ૮.ઉમરેઠ ૯.આણંદ(સીટી)
(૨૭) ગાંધીનગર ૧.દહેગામ ૨.ગાંધીનગર ૩.કલોલ ૪.માણસા
(૨૮) મહેસાણા ૧.બેચરાજી ૨.જોટાણા ૩.કડી ૪.ખેરાલુ ૫.મહેસાણા ૬.સતલાસણા ૭.ઉંઝા ૮.વડનગર ૯.વિજાપુર ૧૦.વિસનગર
(૨૯) સાબરકાંઠા ૧.હિંમતનગર ૨.ઈડર ૩.ખેડબ્રહ્મા ૪.પોશીના ૫.પ્રાંતિજ ૬.તલોદ ૭.વડાલી ૮.વિજયનગર
(૩૦) અરવલી ૧.ભિલોડા ૨.મોડાસા ૩.ધનસુરા ૪.માલપુર ૫.મેઘરજ ૬.બાયડ
(૩૧) બનાસકાંઠા ૧.અમીરગઢ ૨.દાંતા ૩. દાંતીવાડા ૪.ડીસા ૫.ધાનેરા ૬.હડાદ ૭.કાંકરેજ ૮. ઓગડ ૯.પાલનપુર ૧૦.વડગામ
(૩૨) વાવ થરાદ ૧.દિયોદર ૨.લાખણી
(૩૩) કચ્છ ૧.અંજાર ૨.ભચાઉ
અરજી કયાં કરવી ? અરજી ખેડૂત પોતાની રીતે નહિ કરી શકે તેને તેના ગામના જેતે VCE (Village Computer Entrepreneur) પાસે જરૂરી ડોક્યુમેન્ટ લઈ ને જવાનું રહેશે 14 ઓક્ટોમ્બર બપોરે 12 વગ્યા થી ફોર્મ ચાલુ થઈ ગયા છે 15 દિવસ સુધી ફોર્મ ભરાશે.
ફોર્મ ભરી અને ત્યાર બાદ ખેડૂત પોતાની સહી કરી ડોક્યુમેન્ટ્સ સાથે vce આપવાની રહેશે
સહાય ક્યારે જમાં થશે ? ફોર્મ ભર્યા બાદ 30 થી 45 દિવસની અંદર ખેડૂતના ખાતામાં સીધી જમાં થશે