ખેડૂતો માટે નવો પરિપત્ર જમીન વેચતા પહેલા કલેક્ટર ની મંજુરી જરૂરી : બાકી જમીન વિહોણા થઈ જશો

મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ ની કલમ-૨(૨) માં ખેડૂતની વ્યાખ્યા આપવામાં આવી છે તે અનુસાર “ખેડૂત” જો કોઈ ખેડૂત પોતાની ખેતીની સમગ્ર જમીન વેચી નાખે તો તે “બિન ખેડૂત” બની જાય છે.
આમ તે ‘ખેડૂત’ તરીકેનો દરજજો ગુમાવે છે. રાજયના કોઈ ખેડૂતને પોતાની ખેતીની જમીન વેચી રાજયમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવી હોય અને પોતાનો ‘ખેડૂત’ તરીકેનો દરજજો જાળવી રાખવો હોય તો ખેતીની જમીન ખરીદવા/વેચવા નીચે મુજબ મુશ્કેલી પડે છે.
(૧) સૌ પ્રથમ રાજયમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદી લેવી પડે અને ત્યારબાદ પોતાની જમીન વેચવી પડે. આ માટે અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા માટે નાણાંની જરૂર પડે છે. પરંતુ કોઈ ખેડૂત પાસે અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા માટે એટલા બધા નાણાં હોતા નથી એટલા માટે બીજી જગ્યા એ જમીન લેવા માટે પ્રથમ નાણાં માટે પોતાની જમીન વેચવી પડે.
(૨) ‘ખેડૂત’ તરીકેનો દરજ્જો જાળવી રાખવા માટે, તે થોડી જમીન પોતાની પાસે રાખી બાકીની જમીન વેચી શકે, પરંતુ આમ કરવામાં અન્ય કાયદાની જેમકે, ટૂકડા ધારાની જોગવાઈ પણ ધ્યાને લેવાની રહે છે.
જેમ કે બિન પિયત જમીનમાં બે એકર થી નાનો ટુકડો થાય તો ટુકડા ધારાનો ભંગ થાય બિન પિયત જમીનમાં ઓછામાં ઓછી 80 ગૂંથા જમીન હોવી જોઈએ, અને પિયત જમીનમાં ઓછામાં ઓછી 40 ગુંઠા જમીન હોય તો ટુકડા ધારો લાગુ નથી પડતો મતલબ એક એકર જમીન હોવી જોઈએ.તો આ બધા પ્રશ્ન ખેડૂત ને ઉભા થાય છે.
આ બધી સમસ્યાઓને નિવાર આપવા માટે સરકારે અંતે આ ઠરાવ આપ્યો છે
રાજયનો કોઈ ખેડૂત પોતાની સમગ્ર જમીન ખેતીના હેતુ માટે અન્ય ખેડૂતને વેચી રાજયમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવા ઈચ્છા ધરાવે તો તેમ કરી શકશે. આ માટે ખેડૂતે/કલેક્ટરને નીચે મુજબ જાણ કરવાની રહેશે.
- ખેડૂતે જમીનનું વેચાણ કર્યા બાદ વેચાણની તારીખથી ૩૦ દિવસમાં જે તે જિલ્લાના કલેક્ટરને જાણ / અરજી કરવાની રહેશે.
- કલેકટર અરજી મળ્યાની તારીખથી દિન-૩૦ માં ‘ખેડૂત’ તરીકેનું પ્રમાણપત્ર આપવા નિર્ણય લેવાનો રહેશે અને કલેકટરશ્રી ધ્વારા ખેડૂતને આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી ૯૦ દિવસમાં રાજયમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદ કરી લેવાની રહેશે.

ક્લેક્ટરશ્રીએ આ ઠરાવને યોગ્ય પ્રસિધ્ધિ આપવાની રહેશે. ગુજરાતના રાજયપાલશ્રી ના હુકમથી.
પરંતું હકીગત એ છે કે જ્યારે ખેડૂત પોતાની જમીન વહેચી અને અન્ય જગ્યાએ જમીન ખરીદવા માટેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી કરે છે ત્યારે કોઈને કોઈ કારણસર તેની અરજી રિજેક્ટ કરવામાં આવે છે આમ ખેડૂત પોતે ક્યારેક હેરાન થાય છે,અને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે.
માટે ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ કે પોતાનો ટુકડા ધારાનો ભંગ પણ ન થવો જોઈએ અને ૯૦ દિવસની જે સમય મર્યાદા છે એમાં પોતાની જમીન પણ બીજી જગ્યાએ લઈ લેવી જોઈએ.