
ઘણાં મિત્રોને આ એક કોમન પ્રશ્ન થતો હશે કે શું કોઈ દીકરી એ પિયર પક્ષે મતલબ કે પોતાના પિતાની જમીનમાંથી પોતાનું નામ કમી કરી નાખ્યું હોઈ મતલબ કે પોતાનો હક જતો કર્યો હોઈ
ત્યાર બાદ લગ્ન બાદ તેના સાસરિયાં પક્ષે ખેતીની જમીન ન હોય મતલબ કે જમીન વિહોણા હોય તેના પતિના નામ ઉપર અથવા તો દાદા ના નામ ઉપર કોઈપણ પ્રકારની ખેતીની જમીન ના હોય તો તે દીકરી ખેતીની જમીન લઈ શકે કે નહીં ?
તો તો તેનો જવાબ સ્પષ્ટ છે કે જ્યારે કોઈ દીકરી પોતાના બાપ દાદાની જમીનમાં સ્વેચ્છાએ હક જતો કરે તો ત્યાંથી તેની ખેડૂત ખાતેદારી મટી જાય છે મતલબ કે ખેડૂત ખાતેદાર પસી રહેતી નથી
પરંતુ પિયર પક્ષે બાપદાદાની ખેતીની જમીન હોય એટલા માટે તે ખેડૂત ની દીકરી ગણાય છે, પરંતુ તેની ખેડૂત ખાતેદારી નો હક રહેતો નથી
પરંતુ પ્રશ્ન એ છે ગુજરાતની માં નિયમ એ છે તમારે ક્યાંય ખેતીની જમીન લેવી હોય તો ખેડૂત ખાતેદારનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે અને ખેડૂત ખાતેદારનું સર્ટિફિકેટ ત્યારે જ તમને મળે છે જ્યારે તમારી પાસે થોડી ઘણી પણ ગૂજરાત માં ખેતીની જમીન હોય સાતબાર ના ઉતારામાં તમારું નામ ક્યાંક ને ક્યાંક બોલતું હોય
તો આવા સંજોગો ઉભા થાય ત્યારે ત્યારે તમારી પાસે બે રસ્તા હોય છે એક , એ રસ્તો છે કે જ્યારે તમારા સાસરિયામાં કોઈની પાસે ખેતીની જમીન હોય થોડી ઘણી તો તમે ખેતીને જમી લઈ શકો છો
આ પણ જાણો શું દીકરીના સંતાનો તેના નાના નાની ની જમીનમાં હક માગી શકે
બીજો રસ્તો એ છે કે તમારે કોર્ટમાં અરજી કરવી પડે છે અને જણાવવું પડે કે મારા પિતાશ્રી છે એ ખેડૂત ખાતેદાર છે અને હું એની દીકરી છું મેં મારી મરજીથી જમીનમાંથી હક જતો કરેલો હવે મારે બીજી ખેતીની જમીન લેવી છે જેથી આપને નમ્ર વિનંતી છે (કોર્ટને)કે ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે તે પ્રમાણે તમે સિવિલ કોર્ટ ની અંદર દાવો કરી શકો છો
પરંતુ કોર્ટમાં અરજી કરતાં પહેલાં તમારે કલેક્ટરશ્રીને અરજી કરવાની હોય છે પરંતુ કલેક્ટર શ્રી માં પણ અડધી કરવી હોય તો એના માટે તમારે પુરાવો હોવા જોઈએ પુરાવા તમારું નામ જમીનમાંથી તમે કઢાવી નાખ્યું હોય તો તમારી પાસે પુરાવા ન હોય એ સ્વભાવિક છે
તો તેના માટે તમે એક ત્રીજો રસ્તો અપનાવી શકો મામલતદાર કચેરી જે અને તમારા બાપદાદા ની જમીનની ઉતરોતર ની નકલો જે છે તમે કઢાવશો તો તેમાં તમારું નામ હોય છે અને એ પુરાવો તમે કચેરીમાં મામલતદાર કલેક્ટર કચેરીમાં આપી શકો ને ત્યાંથી તમને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર તમને મળી શકે
પરંતુ એમાં પણ એક નવો નિયમ આવ્યો છે છેલ્લા 50 વર્ષમાં જે તે ખેડૂત ખાતેદાર 7/12 ની નકલ હોય તેમાં તમારું નામ હોવું જોઈએ અને તમામ પુરાવા સાબિત થાય તો તમને ખેડૂત કરાયેલું પ્રમાણપત્ર કલેક્ટર શ્રી પાસેથી મળી શકે છે અને એ પ્રમાણે તમારે જમીન ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો
એ પ્રમાણે તમે ડોક્યુમેન્ટ તમારા નીકળે તમારું સાબિત તમે કરી શકો તો તમે કલેક્ટર શ્રી પાસેથી ખેડૂત કરાયેલું પ્રમાણપત્ર મેળવી શકો છો. પરંતુ ત્યાંથી પણ જો તમને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર ન મળ્યું હોય
તો પછી તમારે કોર્ટનો રસ્તો તમારા અપનાવો પડે પરંતુ કોર્ટની પ્રોસેસ જે છે બહુ ધીમી હોય છે થોડી ખર્ચા પણ હોય છે એટલે એમાં ઘણો બધો સમય લાગી શકે છે તાત્કાલિક તમારે કામ કરવું હોય તો તમે કરી શકતા નથી બે વર્ષ પાંચ વર્ષ અને 10 વર્ષ પણ હોય જતા હોય છે
તો આ તમામ બાબતોનો એક સિમ્પલ રસ્તો છે તે બને ત્યાં સુધી જ્યાં સુધી તમને ખેડૂત ખાતેદાર તરીકેનું બીજું ઓપ્શન ના મળે ત્યાં સુધી તમારે તમારી જે બાપદાદાની જમીન હોય તેમાંથી નામ કમી કરાવવું જોઈએ નહીં, બાકી પછી પાછળથી આ પ્રમાણના કિસ્સાઓ બની શકે કે તમે જમીન પણ ન લઈ શકો