જમીનને લગતા વાંધા વાળા પ્રશ્ન માટે ક્યારે કૃષીપંચ રાહે જવું અને ક્યારે સિવિલ કોર્ટ માં જવું ?

આજના સમયમાં ગુજરાતના ખેડૂતો પોતાની જમીનમાં કંઈકને કંઈક પ્રશ્ન ઉદભવતા હોય છે ક્યારેક રસ્તા બાબત ના પ્રશ્ન હોય ક્યારેક શેઢા બાબતે પ્રશ્ન હોય ક્યારેક પાણી ભરાતું હોય એનો નિકાલ કરવા માટેના પ્રશ્નો હોય કે પછી ભાઈઓ ભાગની જમીન વહેંચણીમાં વિવાદના પ્રશ્નો હોય
જ્યારે આ પ્રશ્નનો નિકાલ ન આવે ત્યારે ખેડૂત મજબૂરન કોર્ટ નો રસ્તો પકડે છે પરંતુ તમામ પ્રશ્નો ના ઉકેલ માટે કોર્ટ જવાની જરૂર નથી તમારા ઘણા બધા પ્રશ્નો મામલતદાર કોર્ટમાં અને મામલતદાર કોર્ટમાં જો ન પતે તો તમે પ્રાંત કોર્ટમાં જઈ શકો છો એ પણ બહુ નજીવા ખર્ચમાં. તમારે કોઈ વકીલ રાખવાની પણ જરૂર ના પડે
આજે આપણે એ તમામ મુદ્દા વિશે વાત કરીશું કે ક્યારે તમારે સિવિલ કોર્ટ જવું જોઈએ જમીનના પ્રશ્નો માટે ક્યારે મામલતદાર કોર્ટ જવું જોઈએ એનાવિશે વિગતવાર વાત કરીશું.
મતલબ જમીન નાં વિવાદ માં સીધી રીતે ન્યાય મેળવવા ના બે રસ્તા વિશે વાત કરીશું ખેતીની જમીનમાં કોઈપણ વિવાદ થાય તો તેના માટે બે રસ્તાઓ છે એક કૃષિ પંચ રાહે જવું અને બીજું સિવિલ કોર્ટમાં જવું
સિવિલ કોર્ટમાં બધાને ખ્યાલ હશે કે એક તો તાલુકાની કોર્ટ હોય ડિસ્ટ્રીક્ટ કોર્ટ હોય અને બીજી હાઈકોર્ટ હોય અને ક્યારેક બહુ જરૂર પડી હોય છે તમે હાઇકોર્ટમાં પણ જઈ શકો તો આ તેનો અપીલ કરવાનો સ્ટેપ બાય સ્ટેપ રસ્તો છે
પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો એક વખત તમે સિવિલ કોર્ટમાં ગયા તો કૃષિ પંથ નો રસ્તો હંમેશા માટે બંધ થઈ જશે માટે તમારે જરૂર પડે તો જ તમે સિવિલ કોર્ટમાં જાજો સિવિલ કોર્ટમાં જશો એટલે તમારે વકીલ ફરજિયાત રાખવો પડશે કેસ બહુ લાંબા ચાલશે તાત્કાલિક નિર્ણય નહીં આવે એટલે ચુકાદાની તમારે તાત્કાલિક જરૂરિયાત ન હોય તો તમે સિવિલ કોર્ટમાં જઈ શકો છો
આ કામો માટે સિવિલ કોર્ટ માં નાં જવાય
પરંતુ તમારે માની લો કે એક સામાન્ય કામ રસ્તાની જરૂર પડે અથવા તો રસ્તો વાંધા વાળો છે અઠવા ખેતર માં પાણી ભરાતું હોઈ ભાયું જમીન બાબતે પ્રશ્ન હોઈ તો તેના માટે સિવિલ કોર્ટમાં ન જવાય તેના માટે મામલતદાર કોર્ટ તમારા તાલુકામાં તમારે જવાનું હોય છે અને ત્યાંથી ન સમાધાન થાય તો પ્રાંત કોર્ટમાં તમારે જવાનું હોય છે ત્યાં થી કામ ના થાય તો સિવિલ કોર્ટ જવું
પરંતું ભાયું ભાગ ની વહેચણી બાબતે કોઈ પ્રશ્ન હોઈ તો તેના માટે સિવિલ કોર્ટમાં જ જવું પડે
કૃષિ પંચ ના ફાયદાઓ
- (૧) કૃષિ પંચમાં અપીલનો નિકાલ જલ્દી આવે છે
- (૨) બીજું અપીલ ઓપ્શન તમને ઘણા બધા મળે છે
- (૩) ખર્ચ બહુ ઓછો આવે છે
- (૪) વકીલ રાખવા ની જરૂર પડતી નથી
જમીન વારસા એન્ટ્રીમાં તમારે કોઈ મિસ્ટેક હોય અરજી ના મંજૂર કરી હોય મામલતદાર એ તો તમે મામલતદાર કોર્ટમાં અરજી કરી શકો છો પરંતુ મામલતદાર તમારી અરજી ન સ્વીકારે પ્રાંત કોર્ટ માં ત્યાંથી કલેકટરને અરજી કરી શકો તો સિવિલ કોર્ટમાં તમે ન જાવ તેના કરતા વધારે હિતાવવા એ રહેશે કે તમે પ્રાંત કોર્ટમાં તમે જાવ જિલ્લાની જે પ્રાંત કોર્ટ હોય તે
હજી પણ તમારું કામ ન થાય તો તમે ડેપ્યુટી કલેકટર મા અરજી કરી શકો ત્યારબાદ કલેક્ટર શ્રી ને અરજી કરી શકો
કલેક્ટરથી ઉપર તમે જવા માગતા હોય તો તમારે પછી લાસ્ટમાં SSRD( Special Secretary Revenue Department) અમદાવાદ માં જવું પડે છે