જમીન માપણી કેટલા પ્રકારની થાય જમીન માપણી નો ખર્ચ જમીન માપણી ના નિયમો

આજે આપડે જમીન માપણી કેટલા પ્રકારની હોય જમીન માપણી માટે ખર્ચ કેટલો થાય જમીન માપણી માટે અરજી કયાં કરવી વગરે બાબતો વિશે જાણીશું
મોટાભાગના પ્રશ્નો હિસ્સા વહેચણી થઈ જાય ત્યાર પછી KJP (kami Jasti Patrak)ન કરાવવાને કારણે ઉદભવતા હોય છે
KJP એટલે શું ? કોઈપણ જમીન નાં ક્ષેત્રફળ 3 અથવા 4 લોકો નો ભાગ પાડવામાં હોઈ પોત પોતાના હિસ્સા ની જમીન આપવાની હોઈ તો તેમાં નવો સર્વે નંબર નથી જોડવામાં આવ્યો પરંતુ તેમાં પૈકી પાડવામાં આવે છે
માની લો તમારી જમીન નો સર્વે નંબર 77 છે તેના ત્રણ ભાગે વેચવાની છે તેમાં પૈકી પાડવામાં આવે છે દા.ત 77પૈકી1 77પૈકી2 પૈકી3 આ પ્રમાણે ભાગ પડે જેને કમી જાસ્તી પત્રક કહેવામાં આવે છે.
આમ મોટાભાગના ચાર ઇસ્યુ હોય છે (૧) રસ્તા ના પ્રશ્નો (૨) સેઢા ના પ્રશ્ન મતલબ પાડોશી કે શેઢા ના પ્રશ્નો અને (૩) ઘટતી જમીનના પ્રશ્નો (૪) અદલ બદલ ના પ્રશ્નો આમાંથી મોટાભાગના પ્રશ્નો નો ઈલાજ KJP (કમી જાસતી પત્રક) થકી હોય છે
તો સૌ પ્રથમ આપણે કેજીપી દુરસ્તી એટલે શું એ સમજવું પડશે અને એ સમજવા માટે જમીન માપણી ના પ્રકારો સમજવા પડે IORA પર જઈ અને જ્યારે તમે માપણી માટે અરજી કરશો ત્યારે તમને ચાર ઓપ્શન દેખાશે
- (૧) કોઓર્ડીનેશન
- (૨) હદ માપણી
- (૩) પૈકી માપણી
- (૪) હિસ્સા માપણી
(૧) કોઓર્ડીનેશન માપણી ની ખેડૂતોને કઈ જરૂર નથી હોતી તેમાં અને એક હેકટર દસ હજાર અને મીનીમમ ચાર્જ દસ હજાર રું છે
(૨) હદ માપણી જે સર્વે નંબરના પૈકી નથી પડ્યા જે સ્વતંત્ર સર્વે નંબર છે જે નવો સર્વે નંબર હોય નવા promulgation ( ઘોષણા) થયા હોઈ તેમાં હદ માપણી કરવાની હોઈ છે
(૩) પૈકી માપણી માપણી થઈ ગઈ હોય અને પાછળથી એમાં પણ બે કટકા થયા હોય જમીનમાં તો તેમાં બીજે બે પ્રકારની માપણી આવે જેમાં કોઈ એક સર્વે નંબરમાં જેટલા પૈકી થયા હોય તેને પોતાની ભાગ પૂર્તિ માપણી કરાવવી હોય તો તેને પૈકી માપણી કરાવવી પડે (ક્યાંય પણ પ્રૂફ તરીકે સરકારી માપણી sit વધારે માન્ય ગણાય માટે બને ત્યાં સુધી સરકારી માપણી કરાવવી)
(૪) હિસ્સા માપણી આ માપણી સૌથી અગત્યનો છે હિસ્સા માપણી એટલે તમારો હિસ્સો જુદો પાડો છો માની લો કોઈ એક 76 નંબર નો સર્વે છે એનો 76/1 થયો છે 76/2 થયો 76/3 થયો એટલે કે એનું એકવાર KJP થઈ ગયું હવે 76p હવે આમાં પૈકી કરવું હોઈ એટલે કે તેમાંથી જમીન માં ભાગ કરવા છે તો 76 પૈકી 1 પૈકી 2 જેટલા ભાગ કરવા હોઈ તેટલા પૈકી પડે ત્યારે તેને હિસ્સા માપણી કરવાની જરૂર પડે છે.
અને જ્યારે તમે અરજી કરો ત્યારે બધા ની સહી હોવી જરૂરી છે અરજી કરો ત્યારે 135d ની નોટિસ બધા ને ઘરે આવશે અને એમાં તમારે સહી કરવાની હોઈ છે કે આ હિસ્સા માપણી થી અમને કોઈ વાંધો નથી
ત્યારબાદ આ બધાનો એક સોગંદનામુ બનશે અને એમાં બધાની સહી કરવાની હોય છે જો કોઈપણ એક વ્યક્તિ સહી નહીં કરે તો માપણી નહિ થઈ શેક તમારું કામ ત્યાં જ અટકી જશે.
ત્યારબાદ બધા ની સહમતી થી માપણી કરવા આવશે તાત્કાલિક માપણી ની અરજી કરી હશે તો 1800 રૂપિયા પ્રતિ હેક્ટરે આવશે અને સાદી માપણી કરી હશે તો 600 રૂપિયા પ્રતિ હેક્ટરે તમારે ચૂકવવા પડશે
સાદી માપણીમાં 60 દિવસનો નિયમ છે જ્યારે અર્જન્ટ માપણીમાં ૩૦ દિવસની અંદર તમારે માપણી થઈ જતી હોય છે અને તમને માપણી સીટ પણ મળી જતી હોય છે
જ્યારે માપણી કરવા આવે ત્યારે બધાએ હાજર રહેવું ફરજિયાત છે પંચરોજ કામમાં સહી કરવી જરૂરી છે ખોટી સહી કોઈએ કરવી નહીં
રોજ કામ થયા પછી સરવેયેર કચેરીમાં KJP ભરાશે અને ફરી 135 ડી ની નોટિસ બધા ને બજશે એમાં બધા સહી કરી દેશે ત્યાર બાદ એક કાચી નોંધ પાડવામાં આવશે બાદ માં તે પાકી નોંધ માં ફેરવાઈ જશે
તેના માટે પહેલા ઓનલાઈન અરજી કરવી પડશે માટે અહીં ક્લિક કરો
આમા IORA ની સૌ પ્રથમ વેબસાઈટ માં જવાનું રહેશે ત્યારબાદ નવી અરજી અને પછી અરજીનો હેતુ બાદ માં જમીન માપણી સંબંધીત અરજી માં જઈ અને તમારી વિગત ભરવાની રહેશે.