જમીન કે પ્રોપર્ટી ખરીદતા પહેલા જાણી લો 35 પ્રકારના ડોક્યુમેન્ટ અને નિયમો બાકી ફસાઈ જશો

Spread the love

તામરે જો કોઇપણ જમીનની ખરીદી કરવી હોઈ તો આજના સમય માં વહુ જીણવટ ભરું તપાસ કરી અને પછી જ ફાઈનલ કરવું આજે છેતરપિંડી ના કેસો દિવસે દિવસે વધતા રહેલા છે

તો આજે જમીનની ખરીદી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ ચેક કરવા અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ તમામ માહિતી આપેલી છે

  • જમીનની ખરીદી પહેલા ડોક્યુમેન્ટ ની ચેક લિસ્ટ અહી આપેલી છે
  • (૧) ઉતરોતર હક પત્રક જોવાના, તેમાં વચ્ચે ક્યાય વારસાઈ એન્ટ્રી ખૂટતી નથી ને તે જોવાનું.
  • (૨) વારસાઈ આંબા જોવાના છે
  • (૩) દરેક ના સાધનિક કાગળ કાઢી તે ચેક કરવા, તેમાં કોઈના વારસદારો છુપાયેલા નથી તે જ જોવાના છે.
  • (૪) વારસાઈ એન્ટ્રીમાં કંઈક ઘટતું નથી ને તે જોવાનું છે
  • (૫) સાત નંબરની સાકરીયાની કોલમમાં ઉતરોતર હક પત્રક મળે કે નહિ તે જોવાના છે,
  • (૬) ટાઇટલ મળે છે કે નહી તે ચેક કરવાનું છે
  • (૭) રેવન્યુ ટાઇટલ જોવાનું છે
  • (૮) દરેકના સાધનિક કાગળ જોઈ અને ઉપરોક્ત નંબર ક્ષેત્રફળ મેળવતા જવાના છે, તેમાં ક્યાં ક્ષેત્રફળની વિસંગતતા નથી થતી ને તે ચેક કરવાનું છે
  • (૯) ઉપરાંત મૂળ જમીન જે છે ઓરીજનલ ખેડૂત ખાતેદાર વાળી જમીન છે કે ક્યાંય બીજી છે તે જોવાનું છે , તેમાં વચ્ચે કોઈ ફરી ગયા હોય તો તેની ખાતેદારી તૂટતી નથી ને એ ચેક કરવાનું છે.
  • (૧૦) જમીન વેચનાર ખેડૂત ખાતેદાર ઓરીજનલ સર્ટિફિકટ ની સાથે પરિશિષ્ટ એક લઈ અને ઉતરોતર હક પત્રક જોઈ અને તેની ખાતેદારી અખંડ છે કે નહીં તો તે જોવાનું છે (અખંડ ધારા નીચે)
  • (૧૧) જમીન કઈ રીતે ફાળવવામાં આવી છે, એ જમીનના ટીપણ મેળવવાના છે ટીપણ સાથેની કોઈ વિસંગતતા નથી ને એ ચેક કરવાનું છે,
  • (૧૨) તેનો નકશો જોવાનો છે, નકશા પ્રમાણે જમીન ત્યાં જ આવેલી છે કે અલગ જગ્યાએ આવેલી છે એ ચેક કરવાનું છે
  • (૧૩)તેનું હિસ્સા ફોર્મ નંબર 4 નું KJP (Kami Jasti Patrak) દુરસ્તી થયું છે કે નથી થયું તે ચેક કરવું
  • (૧૪) જમીન ઉપર કોઈના રોડ રસ્તા ના પ્રશ્નો છે કે નહીં તો તે ચેક કરો
  • (૧૫) તે જમીનની અંદર પાણીના નિકાલા કે આજના પાણીના નિકાલા કોઈ રોકતા નથી ને તે ચેક કરવાનું છે (તેના માટે સ્થળ ઉપર જઈને આજુબાજુમાં તપાસ કરવી)
  • (૧૬) કોઈ બોજા નોંધ રહી નથી ગઈ ને એ ચેક કરવાનું છે
  • (૧૭) જમીન પર સરકારી બીજો છે કે નહીં તે ચેક કરવાનું છે
  • (૧૮) બોજા મુક્તિ કરાવ્યા પછી જૂની બોજા નોંધ કોઈ રહેતી નથી ને તે ચેક કરવાનું છે.
  • (૧૯) તેનો ટાઈટલ ક્લિયર છે કે નહિ તે ચેક કરવાનું છે
  • (૨૦) વેચનાર અને ખરીદનાર બંને (જન્મ જાત)ખેડૂત હોવા જોઈએ અને એ પણ ગુજરાત ના હોવા જોઈએ
  • (૨૧) જમીન નો પ્રકાર કયો છે ? નવી શરત ની કે જૂની શરત ની છે જો જૂની શરતની હોઈ તો વાંધો નઈ બાકી નવી શરત ની હોઈ તો ના લેવી.
  • (૨૨) જમીન ટોચ મર્યાદા નો ભંગ થતો હોય તો એવી જમીન પણ ન લેવી કારણ કે એમાં ખાલસા થવાની અને શ્રી સરકાર થવાની પૂરી સંભાવનાઓ રહેલી હોય છે
  • (૨૩) જમીન સંપાદન કરવા માટે કોઈ કાર્યવાહી નથી થઈને એ પણ ચેક કરવું.
  • (૨૪) નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) કઢાવવું જેથી જમીન ઉપર કઈ લેણું હોય તો ખબર પડે.ગ્રામ પંચાયતની મળી જશે
  • (૨૫) ચતુર સીમાનો દાખલો કઢાવવો (તલાટી મંત્રી પાસેથી )
  • (૨૬) ગ્રામ નમૂનો 1 (સીમ ખરડો) (DILR ડીસ્ટ્રીક્ટ ઇનસ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ કચેરી માંથી )
  • (૨૭) ફેશિયલ પત્રક (DILR)
  • (૨૮) અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી ને અંદર હોય તો પાંચ પ્લાન અને જોઈનીંગ સર્ટીફીકેટ કઢાવવું (DILR)) ગ્રામ લેવલે જમીન હોઈ તો આની જરૂર નથી
  • (૨૯) તલાટી પાસે થી 16 નંબર પાણી પત્રક
  • (૩૦) માપણી સીટ ની નકલ, માપણી કરેલી હોય તો તમને નકલ મળી શકે, ન કરાવેલ હોઈ તો કરાવી લેવી.
  • (૩૧) જમીન ખરીદી અને વેચાણ જેટલી વખત થઈ હોય તો તેના ઓરીજનલ દસ્તાવેજ મેળવો
  • (૩૨) બીજું ખાસ એ જોવાનું કે આવા ખેડૂતની મૂળ ખેડૂત ખાતેદારી તુટતી નથી એ જોવું. જમીન વેચ્યા પછી મૂળ ખેડૂત ખાતેદાર મટી નથી જતો ને આ ચેક કરવું (બાકી નવા નિયમ મુજબ 300% પેનલ્ટી નો શિકાર બની શકો છો)
  • (૩૪) મૂળ પ્રમોલગેશનથી હક પત્રકની તમામ ટાઈટલ નોંધો.(૧) મૂળ નોંધ એટલે 1952-58 સાથની વાળી જમીન હોઈ તો 1970-72 થી જુઓ ત્યાર થી આજ દિવસ સુધી જેટલી ટાઈટલ નોંધ હોઈ તેની કડી મેળવવી જોઈએ (તલાટી મંત્રી પાસેથી )

બધું બરાબર હોય તો હવે આગળ વધો શું કરવું ?

  • સાકરીયા ની કોલમ માં નકામી નોંધ કમી કરી અને ઘટતી નોંધ ઉમેરવી
  • વારસદારો ના બધાના સહમતી પત્ર નોટરાઈસ કરી ને લઈ લેવું
  • અથવા વેચનાર વ્યકિત પાસેથી બધાં વારસદારો ને રજીસ્ટર કચેરી લઈ જઈ અને અન્ય હકો માં સહી કરાવી લેવી જેથી ભવિષ્ય માં દાવો ના કરી શકે.

રસ્તાની વિગત ખાસ જુઓ રસ્તાની વિગત ખાસ જુઓ દા, ત અન્ય વ્યકિત ની જમીન માંથી તમારે એ જમીન પર જવાનું હોઈ ત્યારે સામે વ્યકિત ને પૂછો કે આ રસ્તો ક્યાં છે. બીજાની જમીન માંથી રસ્તો નીકળે તો તેનું સહમતી પત્રક માંગો.

7/12 ની નકલ માં નોંધાયેલ છે કે કેમ એ પણ ચેક કરો …અને દસ્તાવેજ પહેલાં કરો પછી કઈ નહિ થાય એક વખત પૈસા અપાઈ ગયા પાસે કોઈ જવાબ નહિ આપે માટે ભલે થોડો ખર્ચ થશે પણ મોટું નુકશાન થતા બચી જશો


Spread the love

Leave a Comment