શું દીકરીના સંતાનોને તેના નાના નાની ની જમીનમાં હક મળે કે નહીં બોમ્બે હાઈકોર્ટે નો ઐતિહાસિક ચુકાદો

Spread the love

આ એક સામાન્ય પ્રશ્ન બધા હશે કે શું દીકરીના સંતાનોને તેના નાના નાની ની જમીનમાં હક મળે કે નહીં તો તેના માટે હમણાં જ 30 9 2025 ના રોજ બોમ્બે હાઈકોર્ટ એક મહત્વનો ચુકાદો આપ્યો છે , કેસ નંબર 119 Of 2025 નામદેવ નામના વ્યક્તિને ચાર પુત્રીઓ અને ચાર પુત્રો છે.

પરંતુ જ્યારે દીકરીના લગ્ન થઈ જાય અને તેના બાળકો તેના નાના પાસે થી અધિકાર માંગે તો મળે કે કેમ એના વિશે બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે કે દીકરી લગ્ન થઈ જાય ત્યાર પછી દીકરીના સંતાનો નાના-નાની ના પ્રોપર્ટીમાં ડાયરેક્ટ હક મેળવવાનો અધિકાર નથી.

જ્યારે દીકરીના સંતાનો તેના નાના નાનીની પ્રોપર્ટીમાં હક માગે છે ત્યારે સૌથી પહેલો અધિકાર નાના નાની ના પુત્રના પુત્ર (પ્રપોત્ર) નો ડાયરેક્ટ અધિકાર બને છે, જ્યારે દીકરીના સંતાનો નો ડાયરેક્ટ અધિકાર બનતો નથી

બીજો નિયમ સમજીએ જ્યારે કોઈપણ વ્યક્તિની ખેતીની જમીન હોય અને તેમાં દીકરીનું નામ હોય અને ત્યાર પછી દીકરીને લગ્ન થઈ ગયા હોય દીકરી અવસાન પામે હોય ત્યાર બાદ તો એવા સંજોગોમાં દીકરીના જે સંતાનો છે એ તમામના 7 12 8 માં નામ ચડાવવા જરૂરી છે પછી થી કમી પણ કરાવી શકો

પરંતુ જો દીકરીના સંતાનો તેમાં ખેતીની જમીનમાં હક માંગે તો તેને આપવો પડે એનો મતલબ એ થયો મિત્રો ખેતીની જમીનમાં દીકરી મૃત્યુ પામી હોય તો એના સંતાનોને પણ જમીનમાં હક મળી શકે છે

9.9.2005 થી લાગુ કલમ 6 દ્વારા પુત્રીઓને પરિવારમાં જન્મથી પુત્રની જેમ તેમના અધિકારોમાં સહ-ભાગીદાર તરીકે માનવામાં આવે છે. સહ-ભાગીદાર કાયદાની રચના એ છે કે ફક્ત સહ-ભાગીદારને જ વિભાજનની માંગણી કરવાનો અધિકાર છે,દીકરી ના સંતાનો સહ ભાગીદાર નો હિસ્સો નથી માટે તે વિભાજનની માંગણી કરી શકતા નથી

આ પણ જાણો.. દીકરીએ પિયર પક્ષ થીજમીનનો હક જતો કર્યો હોય તો ફરી જમીન લેવી હોય તો લઈ શકે

તેથી બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં ચુકાદાને ફગાવી દીધો છે મતલબ કે ના મંજૂર કરી દીધો છે, કારણકે દીકરી ના લગ્ન થઈ ગયા પછી પણ દીકરીનો સહભાગાદારીમાં હક બને છે પરંતુ તેના સંતાનોનો તેના નાના નાની ની પ્રોપર્ટીમાં સહભાગીદારી હિસ્સો રહેતો નથી

આ કારણોસર મળી શકે દીકરીના સંતાનોને જમીનમાં ભાગ નાના એ કોઈ વસત નવું બનાવ્યું હોય અને એ વાતચીતનામા એ દીકરીનો પણ નામ હોય એ દીકરી કોઈ કારણસર અવસાન પામી હોય તો પછી તેના સંતાનોને નાની પ્રોપર્ટીમાં કાયદેસર હક મળી શકે છે

ટૂંકમાં સમજીએ તો નાના નાના દીકરાના સંતાનો (પ્રપોત્ર) એનો સીધી રીતે ડાયરેક્ટ અધિકાર બને છે પરંતુ દીકરીના સંતાનોનો સીધી રીતે કોઈ અધિકાર નાના ની પ્રોપર્ટીમાં બનતો નથી

Vishwambhar Namdev Nikam And Another v/s Sow. Sunanda કેસ ડિટેલ pdf (03.09.2025.)


Spread the love

Leave a Comment